
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિસ્ટમો સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
3 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજયના કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.વરસાદી સિસ્ટમને પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. જેથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, નવસારી, તાપી, સુરત, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરમાં અનેક સ્થાનો પર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે.રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ તો કયાંક ભારે વરસાદની સંભાવના છે.
0 ટિપ્પણીઓ