
ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, કાંઠા વિસ્તારના 41 ગામોમાં સાયરનની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે, વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું છે, તો બીજી તરફ સરકારી કચેરીમાં કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે, દરેક તાલુકામાં 3 - 3 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામા આવી છે.
वजन कम करना – अब मुश्किल नहीं, बस थोड़ी समझदारी चाहिए !
पानी पीने के फायदे: क्यों हमें रोजाना पर्याप्त पानी पीना चाहिए? - Benefits of drinking water
વરસાદની આગાહીને લઈ ગીર સોમનાથનું તંત્ર એલર્ટ
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સજ્જ છે, જિલ્લાની તમામ સરકારી કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જિલ્લાના સમુદ્ર કાંઠાના 41 ગામોમાં સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે, ભારે પવન કે વાવાઝોડા જેવી સ્થિતિમાં વૃક્ષ કે વીજ પોલ ધરાશાયી થાય તો તાત્કાલિક તેને દૂર કરવામાં આવશે અને કોઈ પણ સંભવિત આપાત કાલ સ્થિતિ ને પહોંચી વળવા જિલ્લાનું તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે.
ગુજરાતમાં વરસાદની અપાઈ છે આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, અને દરિયામાં કરંટ જોવા મળ્યો છે, દરિયામાં કરંટ જોવા મળતા તંત્રની એક ટીમ એલર્ટ મોડ પર છે અને માછીમારોને દરિયામાંથી પરત બોલાવામાં આવી રહ્યા છે, પોલીસનું અને તંત્રનું દરિયા કિનાકે કાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે.
0 ટિપ્પણીઓ